તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસડામાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરા | કાંકરેજ તાલુકાના વરસડા ગામે 5 તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શુક્રવારે તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સ્થળ ઉપર જ લોકોના વિવિધ કામો કરી આપવામાં આવ્યા હતા. જેવા કે રેશનકાર્ડની કામગીરી, જાતિ-આવકના દાખલા, વિધવા સહાયના ઓર્ડર, મા અમૃતમ્ યોજનાનું કાર્ડ, આરોગ્યને લાગતા કામ, જીઇબીને લગતા કામો, વૃધ્ધ પેન્શનની કામગીરી વગરે કામો કરવામાં આવ્યા હતા. જેમાં કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપૂત, કાંકરેજ ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી અમીભાઈ દેસાઇ, શાસક પક્ષના નેતા હસપુરી ગોસ્વામી, કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ઝેણુભા વાઘેલા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો