મોડાસામાં આડા સંબંધ ધરાવતાં બે બાળકોના પિતાએ પત્નીને કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના ડુગરવાડા રોડ ઉપર આવેલી સમ્બે હિદાયત સોસાયટીમાં રહેતી મહિલાનો પતિ બે બાળકોનો પિતા હોવા છતાં અન્ય મહિલા સાથે આડા સંબંધો ધરાવતો હોવાનો તેમજ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી મહિલાએ પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ડુગરવાડા રોડ ઉપર આવેલી સમ્બે હિદાયત સોસાયટીમાં રહેતી તસ્લીમબાનુના લગ્ન મોડાસાના અલ્તાફ હુસૈન ઈબ્રાહિમભાઈ દુરાની સાથે થયા હતા. દંપતીને સંતાનમાં બે દીકરીઓ હોવા છતાં પતિ તેની પ્રેમિકા સાથે આડો સંબંધ ધરાવતો હોવાની પરિણીતાને જાણ થતાં તે અવારનવાર પતિને ઠપકો આપતી હતી. હિંમતનગરની નામાંકિત બીબીએ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતો પતિ છેલ્લા કેટલાક સમયથી પરિણીતાને હેરાન કરી ધાકધમકી આપતો હોવાથી પરિણીતાએ અગાઉ પણ પોલીસને જાણ કરી હતી અને સામાજિક રીતે સમાધાન થતાં પરિણીતા પતિ સાથે રહેવા લાગી હતી. પરંતુ પતિ પત્ની વચ્ચે પ્રેમિકા બાબતે અવાર-નવાર ઝઘડા થતાં પતિએ તેના ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી તેને બાપના ઘરે ચાલ્યા જવાનું કહેતા તસ્લીમબાનુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે અલ્તાફ હુસૈન ઈબ્રાહિમભાઈ દુરાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

હિંમતનગરની નામાંકિત બીબીએ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતો પતિ લફરાબાજ નીકળતાં તેની સામે ફરિયાદ
અન્ય સમાચારો પણ છે...