તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુટુંબીએ મહિલાને રૂપિયા બતાવી અઘટીત માંગણી કરી મારી નાખવાની ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર તાલુકાના સખવાણીયામાં કુટુંબીએ મહિલાને રૂપિયા બતાવી તેની પાસે અઘટીત માગણી કરાતા ચકચાર મચી જવા પામી છે. મહિલા સાથે વારંવાર અઘટીત માગણી કરાતા મહિલાના સસરાએ પડોશમાં રહેતા શખ્સને ઠપકો આપતા ચાર શખ્સોએ મહિલાને અને પરિજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

સખવાણીયામાં ગુરૂવારે સવારે મહિલા ઘરની પાછળ આવેલા જંગલમાં કુદરતી હાજતે જતી હતી. દરમ્યાન કુટુંબી સોમાભાઇ સાયબાભાઇ જંગલમાં ઢોર ચરાવતા હતા. દરમ્યાન મહિલાને સાથે સબંધ બાંધવા તેમણે અઘટીત માગણી કરતા મહિલા ડઘાઇ ગઇ હતી. ફરીવાર ઉપરોક્ત શખ્સ મહિલાને લાકડીનો ઇશારો કર્યા બાદમાં મહિલા ઘરમાં એકલી હતી દરમ્યાન એકલતાનો લાભ લઇ 100ની બે નોટો બતાવી અઘટીત માગણી કરતા તેના સસરા કાન્તિભાઇ ડામોરને જાણ કરતા તેમણે કુટુંબીભાઇને ઠપકો આપતાં સોમાભાઇ શાયબાભાઇ પાંડોર,અમૃતભાઇ સોમાભાઇ પાંડોર, અશ્વીનભાઇ સોમાભાઇ પાંડોર અને માનાભાઇ કોદરભાઇ પાંડોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...