લગ્નમાં હાજરી આપવા જતાં પરિવારને આગથળા પાસે અકસ્માત, ચારને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝાથી લાખણીના ગેળા ખાતે રવિવારે લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા પરિવારને લાખણી તાલુકાના આગથળા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલને સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ઊંઝાથી લાખણીના ગેળા ખાતે લગ્ન પ્રસંગે હાજરી આપવા વર્ના ગાડી નંબર જીજે-2-બીએચ-1462 લઇને પરિવાર જઇ રહ્યો હતો. આ દરમિયાન લાખણી તાલુકાના આગથળા ગામના ઢાંકણીયાવાસ પાસે સામેથી આવતી ઇનોવા ગાડી નંબર એમએચ-39-જે-8962 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ગાડીને નુકશાન થયું હતું. જોકે બંને ગાડીઓમાં બેઠેલા બે-બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં 108 વાન મારફતે ઇજાગ્રસ્તોને લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી બે વધુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડ્યા હતા.

લાખણી તાલુકાના આગથળા પાસે રવિવારે બે કાર વચ્ચે અકસ્માત થયો.

ઇજાગ્રસ્તો

કનુભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ (ઉં.40)

પ્રિન્સ કનુભાઇ પ્રજાપતિ (ઉં.10) (બંને રહે.ઊંઝા)

ચેલારામ મૂલારામ સાયલ (ઉં.35) (રહે.રાજસ્થાન)

સંગીતાબેન પ્રકાશચંદ્ર સાયલ (ઉં.25) (રહે.બાલોત્રા)
અન્ય સમાચારો પણ છે...