તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભીસર સરપંચને હોદ્દા પરથી કેમ ન દૂર કરવા ડીડીઓએ ખુલાસો માગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના ખંભીસરમાં અનુસૂચિત જાતિના યુવકના વરઘોડો ગામ ન નીકળે તે માટે ગામનાં સવર્ણ જાતિના લોકોએ એક સમ્પ થઈ તમામ ફળિયાના નાકે જાહેર માર્ગ પર હંવનકુંડ શરૂ કરી દઇ ભજન કિર્તન શરૂ કરી દીધા હતાં તેમજ રસ્તો રોકી જાતિવિષયક અપમાનજનક શબ્દો તેમજ પથ્થરમારો કર્યો હતો.હુમલામાં અનુસૂચિત જાતિના કેટલાંક લોકો ઘવાયા હતા.જે અંગે ગામનાં આશરે 150 જેટલા લોકો સામે ગુનો દાખલ થયો હતો. આ લોકો સહિત ગામનાં સરપંચ બળદેવભાઇ ધુળાભાઇ પટેલ વિરૂદ્ધ પણ એટ્રોસીટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. સરપંચ વિરૂદ્ધ મોડાસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી વિવિધ કારણ દર્શક નોટિસો ફટકારી હતી. જોકે વરઘોડા પ્રકરણમાં સરપંચ દ્વારા કોઈ જ ખુલાસો રજૂ ન કરાતાં ન ડીડીઓ દ્વારા સરપંચ બળદેવભાઈ વિરૂદ્ધ તેમને સસ્પેંડ કેમ ન કરવા તે અંગે ખુલાસો રજૂ કરવા ફરમાન કર્યું હતુ.

19 ડિસેમ્બરે સરપંચને ડીડીઓ સમક્ષ હાજર થઈ પોતાને કેમ સસ્પેંડ ન કરવા તે અંગે રૂબરૂ કે પ્રતિનિધિ મારફત હાજર ખુલાસો રજુ કરવા ડીડીઓએ એ ફરમાન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...