તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુકોલી ગામની યુવતીને અમુઢના સાસરિયાંએ દહેજ માંગી કાઢી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના બુકોલી ગામની પૂનમબેન જયદેવજી ઠાકોરના લગ્ન ઊંઝા તાલુકાના અમુઢ ગામે જયદેવજી બાબુજી ઠાકોર સાથે પાંચ વર્ષ અગાઉ થયા હતા. યુવતીને ઊંઝા તાલુકાના અમૂઢ ગામેના સાસરિયાવાળાંએ દહેજ માંગી વારંવાર મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. ઉપરાંત પરણિતાને તેનો દીકરો ના સોંપતા પરિણીતાએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાના સાસુ-સસરા અને પતિ વારંવાર દહેજ માંગી મારઝૂડ કરતા હતા. ત્યારે રવિવારે સાસુ-સસરા તેમજ પતિએ પરિણીતા પાસે દહેજ માંગી માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પરિણીતાના પિતા તેમજ સમાજના લોકો તેના દીકરાને લેવા માટે ઉંઝાના અમુઢ ગામે ગયા હતા. પરંતુ પરિણીતાના સાસરીયાવાળાએ તેમને દીકરો આપવાની ના પાડી હતી. જે અંગે પરિણીતાએ જયદેવજી બાબુજી ઠાકોર, બાબુજી હરચંદજી ઠાકોર, પ્રદિપજી બાબુજી ઠાકોર, કમુબેન બાબુજી ઠાકોર અને સંગીતાબેન પ્રદીપ જે. ઠાકોર વિરુદ્ધ શિહોરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...