તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સાંતલપુર પંથકમાં જીરા ની ખેતી થયેલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સાંતલપુર પંથકમાં જીરા ની ખેતી થયેલી છે 30 હજાર ઉપરાંત હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયેલું છે અને પાક તૈયાર થઈ ગયો છે ત્યારે અચાનક થયેલા કમોસમી વરસાદથી દાણા ખરી પડતા જીરાના પાકને મોટું નુકશાન થયું હોવાની શક્યતા�\\\" વર્તાઈ રહી છે.

દાત્રાણા ગામના ખેડૂત અગ્રણી ભચા ભાઈ આહિર એ જણાવ્યું હતું કે સાંતલપુર પંથકમાં પીપરાળા રોઝુ ગરામડી મઢુત્રા વૈવા જાખોત્રા દાત્રાણા ચારણકા રણમલ પુરા સાંતલપુર કલ્યાણપુરા પર રાજુસરા અને બકુત્રા સહિતના ગામોમાં જીરાનો પાક કાપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માવઠું થતાં ખેતરોમાં પાણી ભરાઈ જતા જીરાના પાકને મોટુ નુકસાન થયું છે.આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે વરસાદથી જીરા માં રોગ આવશે તો નુકશાન થશે પવનથી વરીયાળી ના પાકમા ડાળી�\\\" ભાગી જતા તેમજ ઘઉંના પાકમાં પણ પાણી ભરાવાથી નુકસાન થઈ શકે છે.

જિલ્લા ખેતીવાડી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો અને પિયત તેમજ યુરિયા ખાતર આપવાનું ટાળવું જોઈએ જીરાના પાકમાં કાળીયા નો રોગ આવવાની શક્યતા હોવાથી રોગ આવવાની રાહ જોયા વગર મેન્કોઝેબ દવા પાણીમાં સાબુના સંતુષ્ટ દ્રાવણ સાથે મેળવી ઝાકળ ઉડી ગયા પછી છોડ પર છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત રોગના નિયંત્રણ માટે ગંધક પાવડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલા છોડ પર ડસ્ટરથી છંટકાવ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો