તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતીના મોત કેસમાં કોર્ટે 3 આરોપીના 5 દી\"ના રિમાન્ડ મંજૂર કર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરાની 19 વર્ષીય યુવતીનો 5 જાન્યુઆરીને રવિવારે ગામની સીમમાંથી ઝાડ પર લટકેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે મોડાસામાં અજંપાભરી સ્થિતિ બાદ પોલીસે પીડિત પરિવારની માંગણી મુજબ ચાર શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ 302, 366,376(ઘ) અને અટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી શનિવારે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. સોમવારે મોડી સાંજે ત્રણેય આરોપીઓને મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સાયરા (અમરાપુર)ની મૃતક યુવતી પ્રકરણમાં તપાસ અધિકારીએ શનિવારે સાંજે I 20 કાર ( GJ 31 D 1001)ને કબ્જે લઈ FSL માં મોકલી આપી હતી. ચકચારભર્યા કેસમાં પોલીસે શનિવારની મોડી સાંજે આરોપી બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરની અટકાયત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકાર પક્ષે રિમાન્ડ અરજી રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓના પાંચ દિવસના 18 જાન્યુઆરી 2020 સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા..

પોલીસે 3 આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે મોડાસા કોર્ટમાં રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો