તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાડીની ટક્કરે મહિલાનું મોત થતાં દોઢ માસ બાદ ફરિયાદ નોંધાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામા ભમ્મરીયાનાળા પાસે વેગેનારગાડીના ચાલકે સ્કુટરને ટક્કર મારતા મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.બનાવના દોઢ મહિના બાદ શહેર બી ડિવિજન પોલીસમા ફરિયાદ નોંધાઇ હતી.

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કૃણાલ રેસીડન્સીમા રહેતા અશ્વિનભાઇ મનોરભાઇ સથવારા ગત 28 ફેબ્રુઆરીએ સાંજે તેમના પત્નીને લઇને સ્કુટર પર બજાર જવા નીકળેલ. ભમ્મરીયા નાળાની કેટલેક દુર સામેથી પુરઝડપે આવેલ જીજે.09.એજી.4642 નંબરની વેગરનાર ગાડીના ચાલકે બેફિકરાઇભરી રીતે હંકારી સ્કુટરને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. સ્કુટર પરથી પટકાયેલા અશ્વિનભાઇ અને તેમના પત્નીને ઇજા થતા સારવાર માટે લઇ જવાયેલ. જેમા મહિલાની હાલત ગંભીર જણાતા બે ખાનગી દવાખાનાઓમા ખસેડ્યા બાદ તેમનુ મોત થયુ હતુ.જેને પગલે અશ્વિનભાઇ સથવારાએ શહેર બી ડિવિજન પોલીસમા વેગેનારના ચાલક સામે ગુનો નોંધાવતા પીએસઆઇ પી.અેલ.વાઘેલાએ તપાસ હાથધરી છે.

નોંધનીય છે કે, અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મહિલાની સારવારનો તમામ ખર્ચ આપવાનુ કહેનાર વેગેનારના ચાલક પાસેથી દવાનો ખર્ચ ના મળતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...