તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં મકાન તૂટતા ઘવાયેલા કામદારનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ શહેરમાં ગાયના ટેકરા વિસ્તારમાં મકાનના સમારકામ સમયે છજુ પડતાં ઘાયલ થયેલા કામદારનું મોત થયું છે. અંબિકાનગરમાં રહેતા 30 વર્ષીય કલ્પેશભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા 31 માર્ચના રોજ ગાયના ટેકરા પાસે આવેલા દેવીપૂજક વાસમાં એક મકાનનું સમાર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી મકાનનો અમુક ભાગ તેમના માથા પર પડતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

દોડી આવેલ લોકો ઘાયલ કલ્પેશને તાત્કાલિક સારવાર માટે કલોલ સિવિલ લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમનું ગત 9 એપ્રિલના રોજ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતુ. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...