તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકનો પગ તળાવમાં લપસતાં પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકાના કાવા ગામના ગીરધરભાઈ ડાહ્યાભાઈ ના કુવા ઉપર ભાગમાં રહી ખેતીનું કામ કરતા જયંતીભાઈ શંકરભાઈ તડવી (ઉંમર. 45) (મૂળ વતન જેપુર કેવડીયા કોલોની નર્મદા) નો પુત્ર વિષ્ણુભાઈ કાવા ગામમાં ધોરણ ત્રણમાં ભણતો હતો જે સોમવારે સાંજે ચાર વાગ્યે વિષ્ણુ તળાવ નજીક કુદરત હાજતે ગયો હતો ત્યાં તેનો પગ લપસી જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો. તળાવ કિનારે તેનું પેન્ટ પડ્યું હતું. ડૂબવાના સમાચાર ગીરધરભાઈ દ્વારા ફાયરબ્રિગેડ અને પોલીસ જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...