તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના કોકાપુરનાં યુવકની માઝુમ નદીમાંથી 48 કલાક બાદ લાશ મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધૂળેટીના દિવસે મોડાસાના વાણિયાદ-કોકાપુર નજીકથી પસાર થતી માઝુમ નદીના પુલ પર કોકાપુરનો યુવક મોબાઇલ પર વાત કરતાં કરતાં નદીમાં પડતાં ડૂબી ગયો હતો. એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા 48 કલાકની જહેમત બાદ ગુરૂવાર વહેલી સવારે લાશ બહાર કાઢવામાં આવી હતી.

મોડાસા તાલુકાના વણિયાદ-કોકાપુર નજીકથી પસાર થતી માઝુમ નદીના પુલની દીવાલ નજીક ઉભો રહી કોકાપુરનો કલ્પેશ રમણભાઈ પરમાર (28) મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. દરમિયાન એકાએક શરીરનું સંતુલન ગુમાવતાં પુલ પરથી નદીમાં ખાબકયો હતો. નદીમાં ડૂબેલા યુવકની શોધખોળ કરવા ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ બોલાવી લીધી હતી. ગુરૂવાર વહેલી સવારે માઝુમ નદી આગળથી પસાર થતા સ્થાનિક વ્યક્તિએ પાણીમાં લાશને તરતી જોતા ગ્રામજનો સહિત પરિવારજનોની જાણ કરી હતી 48 કલાક બાદ મૃતકની લાશ નદીમાંથી મળી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર લાશનું પોસ્ટમોર્ટમ થયાં બાદ યુવાનની અંતિમયાત્રા કાઢવામાં આવશે.

મોબાઇલ પર વાત કરતાં યુવક નદીમાં પડતાં ડૂબી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો