તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી માતાજીના સાનિધ્યમાં યોજાનારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનાં શુભ મુહૂર્ત જોવાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શક્તિપીઠ બહુચરાજીમાં બહુચર માતાજીના સાનિધ્યમાં યોજાનારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનાં શુભ મુહૂર્ત જોવાયાં છે. જે મુજબ 25 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રિ ઉજવાશે. જ્યારે પરંપરાગત લોકમેળો તા.6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. તા.25 માર્ચે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રિનો આરંભ થશે.

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ, બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મંદિર પ્રક્ષાલન વિધિ ફાગણ વદ-30 (અમાસ) તા.24 માર્ચને મંગળવારે બપોરે 1-30 કલાકે કરાશે. મંદિરમાં ઘટ સ્થાપન વિધિ ચૈત્ર સુદ એકમ તા.25 માર્ચને બુધવારે સવારે 7-30 કલાકે વહીવટદારનાં વરદ હસ્તે થશે.

શતચંડી યજ્ઞનો પ્રારંભ ચૈત્ર સુદ-6 તા.30 માર્ચને સવારે 10 કલાકે થશે, જેની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ-8 તા.1 એપ્રિલને સાંજના 4-30 કલાકે થશે. માતાજીની આઠમની સવારી 1 એપ્રિલની રાત્રે 9-30 કલાકે મંદિરથી પ્રસ્થાન કરશે તથા રાત્રે 12 કલાકે માતાજીનો પલ્લીખંડ નૈવેદ્ય ભરાશે. નવરાત્રિ ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ-10 તા.3 એપ્રિલને સવારે 7-30 કલાકે કરાશે.

પૂનમે માતાજીની સવારથી બહુચરાજીથી શંખલપુર જશે

ચૈત્ર સુદ પૂનમનો લોકમેળો તા.8 એપ્રિલના રોજ ભરાશે. માતાજીની પરંપરાગત સવારી 8 એપ્રિલને રાત્રે 9-30 કલાકે બહુચરાજી સ્થિત માતાજીના નીજમંદિરથી નીકળી શંખલપુર મુકામે માતાજીના આદ્ય સ્થાનકે જશે. ચૈત્ર સુદ 14ને તા.7 એપ્રિલના રોજ સવારે 5 કલાકથી તા.8 એપ્રિલના રોજ પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે મંદિરનાં દ્વાર સતત ખુલ્લાં રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો