તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી યાર્ડમાં એરંડાનો ભરાવો થઇ જતાં 16 વર્ષે હરાજી કોટનયાર્ડમાં ખસેડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના મુખ્ય યાર્ડમાં એરંડા અને ઘઉંના માલના ભરાવાને કારણે યાર્ડ સહિત આસપાસના માર્ગો ચક્કાજામ થઈ જતા તેમજ વેપારીઓ માલનો ઉપાડ ન કરી શકતા માલના ભરાવાના કારણે કમિટીએ સોમવારે માત્ર એરંડાની હરાજી મુખ્ય યાર્ડ માથી કોટન યાર્ડમાં ખસેડી હતી.

કડીમાં 200 જેટલી કોટન ઈન્ડસ્ટ્રીઝ અને ઓઈલ મીલો આવેલી છે.સમગ્ર રાજ્યમાં કોટન ઉદ્યોગ ક્ષેત્રે કડી મોખરાનુ વેપારી મથક બની ગયુ. કડીના કલોલ રોડ પર કરોડોના ખર્ચે સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડ ઓક્ટોબર 2003 મા શરૂ કરવામા આવ્યુ હતુ.જે યાર્ડમાં માત્ર કપાસની જ હરાજી થાય છે.શહેરની મધ્યમા આવેલ મુખ્ય માર્કેટ યાર્ડમાં પંદર દિવસમા એરંડા અને ઘઉ ની 1.80 લાખ બોરી આવક થતા યાર્ડ સહિત આસપાસના જાહેર માર્ગો ચક્કાજામ થઈ જતા ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી.તેમજ માલની વધારે આવકના કારણે વેપારીઓ માલ ના ઉપાડી શકતા યાર્ડમા માલનો ભરાવો થઈ જતા નવો માલ નાખવા માટેની જગ્યાનો અભાવ થઈ જતા ખેડૂતો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા હતા.જેને લઈ કડી માર્કેટ કમિટીના ચેરમેન વિનોદભાઈ પટેલે વેપારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા ને અંતે રવિવારે એરંડાની હરાજી સોમવારથી કોટન માર્કેટ યાર્ડમા ખસેડવાનો નિર્ણય કરી મુખ્ય યાર્ડની સમસ્યાની સમસ્યા હલ કરી હતી.16 વર્ષ બાદ કોટન માર્કેટ યાર્ડમા એરંડાની હરાજી સોમવારથી શરૂ કરાઈ હતી.સોમવારે એરંડાની 13 હજાર બોરીની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...