તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં 15 મીથી વાતાવરણ પલટાશે, છુટાછવાયાં કમોસમી ઝાપટાંની સંભાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં બુધવારે ગરમીનો પારો આંશિક રીતે ઉચકાયો હતો. પરંતુ ગરમ લાહ્ય પવન ફૂંકાવાના કારણે દિવસભર માથુ ફાટે તેવી ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગના મત્તે આગામી 72 કલાક સુધી ઉત્તર ગુજરાત ગરમીની ચપેટમાં રહેશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઉપરવારસમાં વિસ્તારમાં વેસ્ટન ડિસ્ટબન્સ તૈયાર થઇ રહ્યું છે. જેને લઇ આગામી 15 મી એપ્રિલથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ પલટાઇ શકે છે. આ દરમિયાન દરિયા તરફથી ફૂંકાતા પવનના કારણે વાતાવરણ વાદળછાયું બનતાં ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા કમોસમી માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ ભેજનું પ્રમાણ 17 ટકાથી વધીને 21 ટકા અને મહત્તમ ભેજનું પ્રમાણ 46 ટકાથી વધીને 61 ટકાએ પહોંચ્યું છે.

5 શહેરોનું તાપમાન
શહેર ગરમી

મહેસાણા 41.2(+0.1)

પાટણ 41.2(+0.2)

ડીસા 41.3(+0.3)

ઇડર 41.6(+0.4)

મોડાસા 41.2(+0.1)

અન્ય સમાચારો પણ છે...