તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજના નાનાપોયડામાં દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજના સીતવાડા પાસે નાના પોયડા ગામમાં મંગળવારે સવારના 10 વાગ્યાના સુમારે ગામના વેચાતસિંહ ચાૈહાણ, અલ્પેશ ચાૈહાણ, રાજુસિંહ ચાૈહાણ ત્રણેય નદી તરફ જઇ રહ્યા હતા તે સમયે કોતરમાંથી અાવતા દીપડાને જોતા નાસભાગ કરી મૂકી હતી અને ગામમાં અા વાતની જાણ થતા

અાખુ ગામ કોતરોમાં દીપડાને જોવા ઉમટી પડતા લોકોની નજર સમક્ષ દીપડો 100 મીટર દૂર અાવેલા કોતરમાં સંતાઇ રહ્યો હતો. ત્યારે સરપંચે ટી.ડી.અો જે.અેચ. કાપડીયાને જાણ કરતા ટીડીઅોઅે ફોરેસ્ટ ખાતાને અને પોલીસને જાણ કરી હતી. જેથી બંને તંત્ર દોડતુ અાવી પહોંચ્યુ હતુ અને સલામતીના ભાગરૂપે લોકોમાં ટોળાને દૂર રહેવા સચેત કર્યા હતા. જ્યારે હાલતો અાસપાસ ભયનો માહોલ છવાયો છે ત્યારે હવે જંગલખાતુ દિપડાને પકડવા પાંજરૂ મૂકે છે કે કેમ તે જોવાનું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...