તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધ કંપનીમાંથી 29 લાખનો દારૂનો જથ્થો ઝબ્બે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છત્રાલ જીઆઇડીસીમાં બંધ ફેક્ટરીમાંથી વિદેશી દારૂના ગોડાઉનને સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યો છે. ગોડાઉનમાંથી અંદાજે રૂપિયા 29 લાખ કિંમતના વિદેશી દારૂની અંદાજે 630 પેટીઓને ઝડપી પાડી છે. વિદેશી દારૂની સાથે સાથે હેરાફેરી માટે વપરાતી સ્વીફ્ટ ગાડી પણ મળી આવી છે. પોલીસે દારૂનો જથ્થો કોનો છે તેની તપાસ તેજ કરી છે.

પ્રતિબંધ હોવા છતાં રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી ગેરકાયદે વિદેશી દારૂ માટે એપી સેન્ટર હોય તેમ લાગી રહ્યું છે. સેક્ટર-4માંથી પાંચ લાખનો વિદેશી દારૂ પકડાયા બાદ કલોલ તાલુકાના વેડા ગામમાંથી વિદેશી દારૂનું કટીંગ પકડાયું હતું.

જ્યારે આજે કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બંધ ફેક્ટરીમાંથી પકડાયેલા વિદેશી દારૂનું ગોડાઉન પરથી લાગી રહ્યું છે. આ અંગે ડીજી વિઝીલન્સના ડીવાય.એસ.પી.જ્યોતિબેન પટેલને પુછતા જણાવ્યું હતું કે કલોલ તાલુકાના છત્રાલમાં આવેલા એપોલો ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પ્લોટ નંબર 43 અને પ્લોટ નંબર 44માં ઇકો ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કંપની છેલ્લા ઘણાં વર્ષોથી બંધ હાલતમાં પડી રહી છે. બંધ કંપનીના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી.

અનુસંધાન પાના નં. 2...બંધ કંપનીના...

બાતમીના આધારે ડી જી વિઝીલન્સની ટીમે આજરોજ રેડ પાડતા બંધ કંપનીના ગોડાઉનમાંથી અંદાજે રૂપિયા 29 લાખથી વધારે કિંમતની વિદેશી દારૂની અંદાજે 630 પેટીઓ મળી આવી છે.વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના બુટલેગરનો હોવાનું વિઝીલન્સની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કલોલની છત્રાલ જીઆઇડીસીમાં બંધ ફેક્ટરીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે છત્રાલમાંથી આ રીતે મોટીમાત્રામાં દારૂ પકડાતા ભારે દોડધામ મચી ગઈ હતી. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો