તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • Modasa News The Allegation Of Taking Millions Of Rupees For Eight Teachers From The Ashram School Of Aravalli District Changed 032538

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લાની આશ્રમ શાળાના આઠ શિક્ષકો પાસેથી બદલી માટે લાખો રૂપિયા લીધાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પાંચ દિવસ અગાઉ સરકારી શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે વધઘટ બદલીનો કેમ્પ ધનસુરા બી.આર.સી.ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સ્થળની પસંદગી પહેલાં જિલ્લાની આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા આઠ જેટલા શિક્ષકો પાસેથી લાખો રૂપિયાના ઉઘરાણા કરી અધિકારીઓની મીલી ભગતથી મોટો ભ્રષ્ટાચાર શિક્ષણ વિભાગ દ્વારા આચરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઇ પટેલે આક્ષેપ કરતાં હડકંપ મચી જવા પામ્યો હતો.

જિલ્લામાં વધઘટમાં પડેલા શિક્ષકોના સોમવારે બી.અાર.સી.ભવન મોડાસા ખાતે શિક્ષકોનો નવી ભરતી(શેટલમેન)કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઇ પટેલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે.મોઢ અને અન્ય અધિકારીઓની સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યુ કે અધિકારીઓની મીલી ભગતના કારણે ઉપરોકત કેમ્પમાં ભ્રષ્ટાચાર આચરી લાખો રૂપિયાના ઉઘરાણા કરાયા હોવાનું જણાવ્યુ હતુ. વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે આશ્રમ શાળાના આઠ શિક્ષકો (લિઓન)કોર્ટના આદેશ મુજબ દોઢ વર્ષથી ઓર્ડર લઇ જિલ્લામાં આવ્યા હતા. તેઓ પાસેથી મોટી રકમ લઇ દોઢ વર્ષ બાદ નિયમ વિરુદ્ધ કર્યા હોવાનો શિક્ષણ વિભાગને આક્ષેપ કર્યો હતો. બદલી કેમ્પમાં શિક્ષણ સમિતિના ચેરમેન ને વિશ્વાસમાં લીધા સિવાય કર્યો હોવાની ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાની ચેરમેને તપાસની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો