ઊંઝામાં રિંગ રોડ પરનાં 16 દબાણો પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા નગરપાલિકા દ્વારા 24 મીટર રિંગ રોડ પરનાં નડતરરૂપ 16 દબાણો દૂર કરાયાં હતાં. પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવાયાં હતાં.

નગરપાલિકાએ ટીપી-8માંથી ટીપી-9માં જતા 24 મીટર રિંગ રોડ પરનાં નડતરરૂપ 16 દબાણો 3 કારણદર્શક નોટિસ આપવા છતાં દૂર કરાયાં ન હતાં. આથી બુધવારે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 3 જેસીબીની મદદથી ચીફ ઓફિસર એમ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જુનિયર નગર નિયોજક પી.કે. પટેલ અને ટાઉન પ્લાનિંગ દબાણએ નડતરરૂપ 16 દબાણ પોલીસ સુરક્ષા વચ્ચે હટાવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...