તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં જમાઈએ મામી સાસુનું લગ્નના ઇરાદે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના એક ગામે જમાઈએ 20 વર્ષીય મામી સાસુને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.તે બાદ મામી સાસુના માતા પિતાએ જમાઈ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જમાઈને મામી સાસુ સાથે ગાંધીનગરથી ઝડપી પાડ્યો હતો. તે બાદ મામી સાસુએ થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર જમાઈ સહિત તેને મદદ કરનાર બે શખ્સો સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

થરાદના એક ગામમાં મામા સસરાના ઘરે આવતા જમાઈએ 20 વર્ષીય મામી સાસુ પર નજર બગાડી મામી સાસુને મિત્રોની મદદથી મોબાઇલ ફોન આપી ભગાડી જવાની ધમકીઓ આપી હતી.તે બાદ જમાઈએ 20 દિવસ અગાઉ તેના મિત્રોની મદદથી મામી સાસુને મોટરસાઇકલ પર અપહરણ કરી લઈ ગયો હતો.જેને લઇ મામી સાસુના માતા પિતાએ જમાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગાંધીનગરથી બંન્ને ઝડપ્યા હતા.મામી સાસુએ જમાઇ મુકેશભાઇ ગાભાભાઇ રાઠોડે ધમકીઓ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.તેની સાથે મદદગારી દિનેશભાઇ તેમજ પ્રકાશભાઈ વાલાભાઇ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...