તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ પાલિકાએ વેરા બાકીદારો પાસેથી 32 લાખની વસુલાત કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ નગરપાલિકા દ્વારા માર્ચ-2020 માં વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં પાલિકા ચીફ ઓફિસર ટીમ સાથે બાકીદારો સામે મિલકત જપ્ત વોરંટ જાહેર કરી અનેક મિલકતો સિલ કરાઇ હતી. તેમજ વેરો ભરપાઈ ન કરનારાઓના પીવાના પાણીના કનેક્શન કાપવામાં આવતાં નગરના બાકીદારો વેરો ભરવા દોટ મૂકી છે. જોકે મોટી રકમના બાકીદારોના નામ સહિત રકમ સાથે લિસ્ટ યાદી જાહેર જગ્યાએ ચીપકાવવામાં આવતાં શહેરમાં મોટી નામના ધરાવતા નગરના લોકો પોતાનો બાકી વેરો ભરપાઇ કરવા પાલિકા કચેરીમાં ઉમટી રહ્યા છે.

શનિવારે ચીફ ઓફિસર બીજલ એમ.સોલંકી કચેરીમાં હાજર રહી વસુલાત કરાઇ હતી. આથી 6-માર્ચથી શરૂ કરાયેલ પાલિકાના વિસ્તારમાં વિવિધ જગ્યાએ પાલિકાના કર્મચારીઓની ટીમો બનાવી બકીદારો સામે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં 15 દિવસના સમયગાળામાં 32 લાખનો વેરો વસુલાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...