તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુજરાતની ક્રિકેટ મેચમાં થરાદ શાખા ચેમ્પિયન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાહ | ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસા મુકામે ટીસીડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર પ્રાંતની કુલ 14 શાખાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ થરાદ શાખા અને હારીજ શાખા વચ્ચે હતી. જેમાં થરાદ શાખા ચેમ્પિયન બની હતી. મેન ઓફ ધ સીરીઝ હિરેન પટેલ (થરાદ શાખા), મેન ઓફ ધી મેચ હિતેશ ગાડિયા, કેપ્ટન ડો.આર.કે.મોદી, ડો.આશિષ પટેલ, ડો.અશ્વિન ગૌસ્વામી, યોગેશ ત્રિવેદી, ભરત જોષી, કિશન સોની, શૈલેષ પટેલ, વિક્રમ દવે અને શામજી પટેલ સાથે તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ અને ડો.કે.આર.પટેલનું સંકલન સારું રહ્યું હતું. થરાદ શાખામાંથી પ્રમુખ ઠાકરશીભાઇ પ્રજાપતી, મંત્રી નરેન પટેલ, પુર્વ પ્રમુખ અમરતભાઇ માળી, પ્રાંતના સભ્ય સંજયભાઇ ત્રિવેદી, જયપ્રકાશ જોષીએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો