Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલીના સગરવાસમાં પતંગ ચગાવવા ધાબા પર ચઢેલા કિશોરનું પટકાતાં મોત
વડાલીના સગરવાસમાં ઉત્તરાયણના અાગલા દિવસે પતંગ ચગાવવા 12 વર્ષિય કિશોરનું બપોરે બીજા માળથી નીચે પટકાતાં તરત જ સારવાર અર્થે ઇડર લઇ જવાયા બાદ મોત થતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મોટી સંખ્યામાં વસવાટ કરતા સગર સમાજના લોકોમાં ઉત્તરાયણના અાનંદના પર્વ પર શોકની કાલીમા ફરી વળી હતી.
વડાલીમાં સોમવારે બપોરે સગર વાસના ઉમિયા માતાજી મંદિર સામે રહેતા શૈલેષભાઇ દેવકરણભાઇ સગરનો 12 વર્ષિય પુત્ર પવન સગર ઘરના બીજા માળના ધાબા પર પતંગ ચગાવવા ચઢ્યો હતો અને અચાનક પગ લપસતા ધાબા પરથી નીચે પટકાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઅો થતા કિશોરના પડવાના અવાજથી દોડી અાવેલા લોકોઅે તાત્કાલિક ખાનગી વાહનમાં ઇડરની ધરતી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને તબીબે સિટીસ્કેન કરાવવાનુ કહેતા પવનને લઇને સિટીસ્કેન કરાવવા જવા દરમિયાન અેમ્બ્યુલન્સ બગડી હતી. તરત જ ઇજાગ્રસ્ત બાળકને બીજી અેમ્બ્યુલન્સમાં શીફ્ટ કરાયો હતો.
ઉત્તરાયણની ખરીદીને કારણે ભારે ભીડ હોવાથી ટીઅારબી જવાનોઅે મહેનત કરી અેમ્બ્યુલન્સને રસ્તો કરાવી અાપ્યો હતો. પરંતુ રેલ્વે ફાટક ક્રોસ કરતામાં જ પવનનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. ઉત્તરાયણના પર્વમાં જ બનેલ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પરિવાર અને સગર સમાજ પણ અાઘાતમાં સરી પડ્યો છે.
કિશોરને ઇડર લાવવામાં અાવ્યા બાદ સિટીસ્કેન કરાવવા જતી વખતે અેમ્બ્યુલન્સ બંધ થઇ જતા બીજી અેમ્બ્યુલન્સમાં શીફ્ટ કરી લઇ જવા દરમિયાન મોત નીપજ્યુ હતુ.