તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ-પાટણ લોકલ બસ બંધ થતાં મુસાફરોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને પાટણ દવાખાને જતા દર્દીઓ માટે અનુકૂળ એવી થરાદ વાયા ભાભર-પાટણ લોકલ બસ એકાએક રદ થતાં મુસાફર વર્ગમાં રોષની લાગણી ફેલાઇ છે.

છેલ્લા દોઢ વર્ષથી નિયમિત આવતી થરાદ વાયા ભાભર-પાટણ બસ એકાએક કોઇ કારણોસર એસટી નિગમ દ્વારા બંધ કરવામાં આવતા મુસાફરોને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. જે બસ ભાભરમાં સવારે 7-00 કલાકે આવતી હતી. વાવ તરફથી ભાભર ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આ બસમાં મુસાફરી કરતાં હતા. તેમજ વાવ-ભાભર પંથકમાંથી પાટણ દવાખાને જતા દર્દીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે. આમ થરાદ-પાટણ લોકલ બસ બંધ થતા વાવ તરફથી ભાભર આવવા 10 વાગ્યા સુધી એકપણ બસ નથી. મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે. પાલનપુર એસટી નિગમના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ બસને ચાલુ કરાય તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...