તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ટાણે વડનગરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ટાણે વડનગરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત પીઢ કાર્યકરોને હાંસિયામાં ધકેલાતાં રોષ વ્પાપ્યો છે.સતત કરાતી અવગણના મુદ્દે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી હતી.તો બીજી તરફ નારાજ ઠાકોર સેના પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી એનસીપીને ટેકો આપે તેવી શક્યતા છે.ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘઘાટન દરમિયાન પણ કેટલાક કાર્યકરો ની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.ઊંઝાના વિધાનસભાના ઉમેદવાર સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત પણ કરી હતી.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે (શાહપુર) જણાવ્યું હતું કે વર્ષોથી કોંગ્રેસ પક્ષને વફાદાર હોવા છતાં પણ અમારી કદર કરવામાં આવતી નથી.પક્ષની દરેક બાબતથી અમને અળગા રાખવામાં આવે છે.કેટલાક કાર્યકરો મનમાની કરી જિલ્લાઅને પ્રદેશકક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરે છે.કાર્યાલયના ઉદઘાટનમાં પણ અમને જાણ કરાઈ નથી.આ અંગે તાલુકા પ્રમુખે બુધવારે મહિલા હોદ્દેદાર સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી.વડનગર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રમેશજી ઠાકોર અને મહામંત્રી વિનોદજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈ કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી.અમારી સતત ઉપેક્ષા કરાતાં અમે કોંગ્રેસ સાથે છેડો ફાડી એનસીપી સાથે જોડાઈશું.

અન્ય સમાચારો પણ છે...