તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંતલપુર તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા તાલુકા પંચાયતનો નિર્ણય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાંતલપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં તાલુકાની શાળાઓમાં કથળતા જતા શિક્ષણને લઇ દૂર-દૂરથી અપડાઉન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોને ફરજના ગામેજ રહેવા બાબતે સૂચિત કરવા ઠરાવાયું છે.વધુમાં અા બેઠકમાં તાલુકા પંચાયતનું પુરાંતવાળુ બજેટ મંજુર કરાયું હતું.

ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભાટિયા,તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન ઠાકોર,કારોબારી ચેરમેન જાહીદખાન મલેક, ઉપપ્રમુખ અણદુભા જાડેજા, ચોથીબેન ઠાકોર, મેંદુભા જાડેજા, સોમાભાઈ ઠાકોર, ડઈબેન આહીર સહીત 18માંથી 12 સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં શિક્ષકોની હાજરી અંગે પસ્તાળ પડી હતી. શિક્ષકો દૂર-દૂરથી અપડાઉન કરતા હોવાથી કલાકોનો સમય તેમના અપડાઉનમાં જ વ્યતીત થઇ જતો હોવાથી બાળકોને સમય ફાળવી શકતા નથી.જેની અસર શિક્ષણ પર પડી રહી છે. આવા અપડાઉન કરતા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઠરાવાયું હતું. આ ઉપરાંત પીએમએવાયના કામોના ઠરાવો કરી કામો શરુ કરવા બાબતે પણ ચર્ચા કરાઇ હતી. શૌચાલય માટે જે લાભાર્થીઓના આધારકાર્ડ લિંક થયા હોય તેવા લોકોના શૌચાલયો તાત્કાલિક બનાવી આપવા પણ નિર્ણય લેવાયો હતો.એટીવીટીના કામોમાં તાલુકા લેવલે ગુણવત્તા અાધારેજ પેમેન્ટ કરાશેતેમ નક્કી થયું હતું.

તાલુકા પંચાયતનું 2020-21નું બજેટ મંજૂર,અેટીવીટીના કામોમાં ગુણવત્તા જોઇને જ પેમેન્ટ કરાશે


સામાન્ય સભામાં શિક્ષકોની હાજરી અંગે સવાલો ઉઠ્યા,ફરજના સ્થળે જ રહેવું પડશે તેવો નિર્ણય

રૂ.71.75 કરોડની અાવક સામે 66.53 કરોડ ખર્ચનો અંદાજ

બેઠકમાં 2019-20નું સુધારેલું અને 2020-21નું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.જેમાં 2020-21માં રૂ.5.22 કરોડની ઉઘડતી સિલકમાં વર્ષ દરમ્યાન રૂ.66.53 કરોડની આવક ઉમેરાશે અને કુલ રૂ.71.75 કરોડની આવક સામે વર્ષનો કુલ ખર્ચ રૂ.66.53 કરોડ અંદાજવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો