તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરા તાલુકા પંચાયતમાં તલાટી અને સરપંચોની બેઠક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકામાં કોરોનાને લઇને પ્રાંત અધિકારી દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે પ્રાંત અધિકારી દ્વારા તાલુકાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને તેમના તાબાના કર્મચારીઓને પણ આ બાબતે સુચના આપવા માટે જણાવ્યું હતું. તાલુકા પંચાયત કચેરીના મિટીંગ હોલ ખાતે ધાનેરા તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓ અને તાલુકા પંચાયતના કર્મચારીઓની બેઠક બોલાવી હતી.

જેમાં ધાનેરા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી દ્વારા તેમના મેડીકલ ઓફિસર ડો.મિનાક્ષી રાજપુત દ્વારા આ કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે બાબતે તકેદારી રાખવા માટે શું કરવું જોઇએ તે બાબતે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...