તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાડોલિયાના પૂર્વ સરપંચ,પત્ની અને પુત્ર પર જૂની અદાવતમાં હુમલાથી તંગદિલી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકાના નાડોલિયા ગામના કેટલાક શખ્સોએ જૂની અદાવતમાં ગામના પૂર્વ સરપંચ અને તેમના પુત્ર તથા પત્ની પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને પગલે આસપાસના ગામોના મુસ્લિમોને કારણે વાતાવરણ તંગ બની જતાં ડીવાયએસપી ગામે દોડી આવી જિલ્લાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ થાળે પાડી ઈજાગ્રસ્તોના નિવેદન આધારે હુમલાખોરો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

નાડોલિયા ગામમાં ઉત્તરાયણના દિવસે મુસ્લિમ સમાજના કેટલાક અસામાજિક તત્વોએ પતંગ પર જાતિ વિરુદ્ધ અપમાનિત શબ્દો લખી ગામના ભરવાડોના મહોલ્લામાં પતંગ ઉડાડતાં મામલો બિચક્યો હતો. જે-તે વખતે બંને સમાજના અગ્રણીઓએ વચ્ચે પડી મામલે થાળે પાડ્યો હતો. પરંતુ અા બાબતની અદાવત રાખી મુસ્લિમ યુવકોએ ગત 6 ફેબ્રુઆરીએ સોનવડ નજીક કેનાલ પર વેપારી સૂરાભાઈ ભરવાડને આંતરી મૂઢ મારી એક લાખની મત્તા લૂંટી લીધી હતી. વીસેક દિવસ મામલો શાંત રહ્યા બાદ ફરીથી સોમવારે સવારે નાડોલિયા ગામ નજીક પૂર્વ સરપંચ નિઝામ સિપાઈ ઉપર લાકડીઓ લઈ કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં તેમના પુત્ર અને પત્નીને પણ ઇજા થતાં ત્રણેયને કડી બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે આસપાસના ગામોના મુસ્લિમોના ટોળા નાડોલિયા તરફ ધસી આવતાં ડીવાયએસપી મંજીતા વણઝારાએ નાડોલિયા ગામ ફરતે કડી, બાવલુ, નંદાસણ સહિત જિલ્લાભરની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેતાં પરિસ્થિતિ થાળે પડી હતી. બાવલુ પીએસઆઈ રબારીએ જણાવ્યું કે, નાડોલિયા ગામે જૂની અદાવતમાં કેટલાક શખ્સોએ ત્રણ મુસ્લિમો પર હુમલો કર્યાના બનાવને લઈ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

હુમલામાં ઈજાગ્રસ્તો
1. નિઝામ અમુભાઈ સિપાઈ

2. ઈમ્તીયાઝ નિઝામ સિપાઈ

3. હસીના નિઝામ સિપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો