તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરા તાલુકાના બારનોલીમાં બે બાળકીઓને સ્વાઈનફલૂ પોઝિટિવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધનસુરા તાલુકાના બારનોલી ગામે રહેતા ભરવાડ પરિવારની બે બાળકીઓને સ્વાઈનફલૂ પોઝિટિવ હોવાનું બહાર આવતા વધુ સારવાર માટે બન્ને બાળકીઓને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્વાઈન ફ્લુ ના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં પહોંચી જઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જેમાં ભરવાડ પરિવારના કેટલાક સભ્યોને ટેમી ફલૂ આપવામાં આવી હતી.

ધનસુરાના બારનોલી ગામે રહેતા રાકેશભાઈ ભરવાડની બે દીકરીઓને સામાન્ય તાવ, શરદી આવ્યા પછી સારવાર લેવામાં આવી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. જ્યાં લેબોરેટરી પરીક્ષણ કરાવતા બંને બાળકીઓને સ્વાઈન ફલૂ પોઝિટિવ હોવાનું જણાતા આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવે. બીજી તરફ સ્વાઈન ફલૂએ દેખાદેતા તાલુકાવાસીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો