વડાવળ પ્રા. શાળામાં વિદાય સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસા તાલુકાના વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ બુધવારે યોજાયો હતો. તેમજ શાળામાંથી નિવૃત્ત અને બદલી થયેલ ત્રણ શિક્ષકોનું પણ સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો.આચાર્ય પ્રભાતસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકોએ બાળકોને પ્રેરક ઉદ્દબોધન આપ્યું હતું. ત્યારે ધોરણ-8 માંથી વિદાય લઇ રહેલા બાળકોએ પણ પોતાના પ્રતિભાવો સાથે વિદાય ગીત રજૂ કર્યું હતું અને ધોરણ-8 ના બાળકોએ ગિફ્ટ આપી હતી. શાળા પરિવાર દ્વારા બાળકોને બટાકા-પૌંઆનો નાસ્તો અપાયો હતો. આ ઉપરાંત શાળામાંથી નિવૃત્ત થતા ડાહ્યાભાઇ વાઘેલા તથા શાળામાંથી બદલી થયેલ અનિલભાઈ તૂરી અને પરીતાબેન સોલંકીનું પણ શાળા વતી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...