તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સ્વાઇન ફલૂના શંકાસ્પદ કેસોનો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સ્વાઇન ફલૂના શંકાસ્પદ કેસોનો દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે.મોડાસાના ખલકપુર વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય યુવાનને સ્વાઇન ફલુ પોઝિટીવ જણાતા તેને સોમવારે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.

ધનસુરા તાલુકાના બારનોલીમાં બે સગી બહેનોને સ્વાઇન ફલુ પોઝિટિવ હોવાનું બહાર આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ હતુ. ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા ખલકપુરના નિત્યદર્શન એપાર્ટમેન્ટ માં રહેતા 45 વર્ષીય યુવાન બિમારીમાં સપડાતાં તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ દર્દીમાં સ્વાઇનફલુ પોઝિટિવ હોવાનું બહાર આવતાં સોમવારે આ દર્દીને મોડાસાથી અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.જોકે સ્વાઇનફલુ તેના પરિવારના અન્ય સભ્યોને ઝપટમાં લે તે પહેલાં તેના પરિવારના સભ્યોને મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો