વાતાવરણમાં વધુ પડતા ભેજના કારણે રવિવારનો દિવસ ઉત્તર ગુજરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાતાવરણમાં વધુ પડતા ભેજના કારણે રવિવારનો દિવસ ઉત્તર ગુજરાત માટે ઉકળાટનો કહેર લઈને આવ્યો હોય તેવો રહ્યો હતો. મુખ્ય 5 શહેરોના તાપમાનમાં અડધા ડિગ્રીન ઉતાર ચડાવ વચ્ચે અસહ્ય ઉકળાટે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા.

રવિવારે મહેસાણાનું 39.5, પાટણનું 38.5, ડીસાનું 38.3, ઇડરનું 39.9 અને મોડાસાનું 39.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ વાતાવરણમાં મહત્તમ ભેજ 58% અને લઘુત્તમ ભેજ 38% રહ્યો હતો. રવિવારે ઉત્તર ગુજરાતની પ્રજા ગરમીથી નહિ પણ અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગઈ હતી. ઉકળાટનો આ કહેરના કારણે સવાર થી સાંજ સુધી પરસેવે રેબઝેબ થયા હતા. બપોરે પંખા પણ ગરમ લ્હાય પવન ફૂંકતા હતા, પાણીનો સોસ વર્તાઈ હોય તેમ લોકો વારંવાર પાણી પીવા મજબૂર બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક સુધી આ સ્થિતિ યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...