આજે બપોરે 3.03 મિનિટે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મહિના બાદ ગુરુવારે 3.03 કલાકે સૂર્ય ભગવાન મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એક માસ સુધી કુંભ રાશિમાં સૂર્યના સ્થાન મોટાભાગની રાશિઓ માટે શુભ યોગના સંકેત મળી રહ્યા હોવાનું જ્યોતિષાચાર્યો માની રહ્યા છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, એક મહિના બાદ ગુરુવાર બપોરે 3.03 કલાકે સૂર્ય ભગવાન મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

આ સૂર્ય 14 માર્ચ સુધી કુંભ રાશિમાં જ રહેનાર છે. આ સાથે સૂર્ય બુધની યુતિ બનતા એક મહિનાનો બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. જેની સીધી અસર વાતાવરણ ઉપર પડતા પવનની દિશામાં ફેરફાર થશે અને ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે. બુધાદિત્ય યોગના કારણે શિક્ષણ અને ધંધા રોજગાર માટે શુભ સમયનો યોગ બની રહ્યો છે.

કુંભ અને મિથુન રાશિના જાતકોને ફાયદો થશે

બીજી બાજુ 12 રાશિઓના જાતકો માટે આ યોગ પરિવર્તન આપનારો સાબિત થશે. જેમાં સૌથી મોટો ફાયદો કુંભ અને મિથુન રાશિના જાતકોને થશે. આ ઉપરાંત મેષ, વૃષભ, સિંહ, કન્યા, ધન અને મકર રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. તેમજ કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર ફળ આપનારું રહેશે.
અન્ય સમાચારો પણ છે...