તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રમાસ સરસ્વતી વિદ્યાલયના છાત્રો રાજ્યકક્ષાએ ઇનોવેશનમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ: બાયડ તાલુકાના રમાસ સરસ્વતી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઓટોમેટિક પાક સંરક્ષણ બાબતે પ્રોજેક્ટ રજૂ કરી રાજ્ય કક્ષાએ ગુજરાત યુનિવર્સિટી તેમજ યુનિસેફ દ્વારા આયોજિત ઇનોવેશન કાર્યક્રમમાં અમદાવાદમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ આ પ્રસંગે યુનિસેફના ગુજરાતના પ્રમુખ લક્ષ્મી ભવાની વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ પંચાલ હર્ષ અને કુરેશી રફીકે ખૂબ સુંદર રીતે જ્યુરી સમક્ષ પોતાના પ્રોજેક્ટની રજૂઆત કરી હતી. પ્રોજેક્ટને રાજ્યકક્ષા સુધી સફળતાપૂર્વક લઈ જવામાં શાળાના પ્રિન્સીપાલ ઉન્મેશભાઈ પટેલ તથા શિક્ષક વિજયભાઈ પટેલે ભારે જહેમત ઊઠાવી હતી. વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...