તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રોએ કંપની મેનેજમેન્ટ-કર્મચારી વચ્ચે સ્ટ્રોંગ કોમ્યુનિકેશન માટે વેબસાઈટ બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ હાઇવે પર આવેલ કલોલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે ઈનોવેટીવ પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતા હેત પટેલ, ઋત્વિક દરજી અને પૃથ્વી રાજપૂતે છેલ્લા વર્ષના લાઈવ પ્રોજેક્ટમાં કોઈપણ કંપનીમાં મેનેજમેન્ટ કર્મચારીઓ વચ્ચે કોમ્યુનિકેશનમાં મદદરૂપ ‘સ્માર્ટ ફર્મ’ નામે વેબસાઈટ તૈયાર કરી છે. કંપનીના મેનેજર અને કર્મચારીઓ વચ્ચે અમુક અંશે વાતચીતના જોવા મળતા અભાવ પગલે વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો. જેમાં લ્યુ મેનેજમેન્ટ, વીક એન્ડ વર્કિંગ, ડેલી વર્કશીટ, ટ્રાન્સપોર્ટેશન જેવી વિશેષતા ધરાવે છે. જેમાં વીડિયો કોલિંગ દ્વારા મિટિંગ મેનેજમેન્ટ થઈ શકે છે. મિટિંગ રિલેટેડ નોટ્સનો ઓપ્શન તેમાં હોવાથી ઘેરહાજર રહેલાં કર્મચારીઓને પણ મિટિંગની માહિતી મળી શકે છે.

વેબસાઈટના માધ્યમથી વધુ ડિમાન્ડ કે જરૂરી પુસ્તકો અલગ સેક્શનમાં જોવા મળે છે. આ સાથે વિદ્યાર્થીઓ તેના માધ્યમથી નજીકની જાહેર લાઈબ્રેરી વિશે પણ માહિતી મેળવી શકે છે. વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ ર્ડા.પ્રિતી બસેરના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો છે જે ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેવો છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં વિવિધ પ્રોજેક્ટને પગલે એન્જિનિયરિંગ કોલેજ ડિપાર્ટમેન્ટના વડા પ્રો. શિલ્પા શેરસિયા, પ્રિન્સિપાલ ડૉ.મિતેશ પોપટ અને કોલેજના સંચાલક ડૉ. અતુલ પટેલ અને પરીન પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

કલોલ હાઇવે પર આવેલ કલોલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે ઈનોવેટીવ પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...