લાકડી મારી રૂ.1000 પણ પડાવી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરના સદાતપુરા ગામના વ્યક્તિને સાપાવાડાના શખ્સે ખેતર છોડીને જતો રહે અને વાવવાનું બંધ કર કહી હાથ ઉપર લાકડી મારી ખિસ્સામાંથી રૂા.1000 લઇ લેતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

સાપાવાડા ગામના રમણભાઇ અમીચંદભાઇ પટેલે સદાતપુરાના ભરતભાઈ ચીમનભાઈ પટેલને ગુરૂવારના રોજ સવારના અાઠેક વાગ્યે નાનાકોટડા ખાતે આવેલ જમીન સર્વે નંબર 222/2 તથા નવા સર્વે નંબર 234 ના રસ્તા પર અપશબ્દો બોલી અને કહ્યું કે તું આ જમીન વાવવાનું છોડી દે અને અહીંથી જતો રહે તથા બાઇક પરથી ઉતરી નજીકમાં પડેલ લાકડી લઇ ભરતભાઈના જમણા હાથ પર મારી ગડદાપાટુનો માર માર્યો હતો અને ખિસ્સામાંથી રૂા.1000 લૂંટી લેતા બૂમાબૂમ થતા નજીકમાંથી ભીખાભાઈ ગોપાલભાઈ દોડી અાવ્યા હતા અને છોડાવ્યા હતા. ઇડર પોલીસ સ્ટેશનમાં રમણભાઈ અમીચદભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...