તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કાં. મદદનીશ ખેતી નિયામક કચેરીની બે મહિલાકર્મીને પાણીચું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લા મદદનીશ ખેતી નિયામકની કચેરીમાં ખેતી મદદનીશ વર્ગ-3 ના હોદ્દા પર ફરજ બજાવતા બે મહિલા કર્મચારીને તા. 16/02/19 અનુસાર બંને કર્મચારીઅોઅે રજૂ કરેલા કોર્સના સર્ટિફીકેટ યુજીસી માન્ય ન હોવાનુ પ્રકાશમાં અાવ્યા બાદ આ બંને મહિલા કર્મચારીઓને નોકરીમાંથી પાણીચુ અાપી દેવામાં અાવ્યંુ છે. જેને લઇ હલચલ મચી ગઇ હતી.

મદદનીશ ખેતી નિયામક કચેરી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર પાંચ-છ માસ અગાઉ સંયુક્ત ખેતી નિયામક જમીન સંરક્ષણ વડોદરા કચેરી દ્વારા વર્ગ-3 ખેતી મદદનીશની જગ્યા માટે કલ્યાણીબેન કે. ચાૈધરી અને ચેતનાબેન કે રબારીની ભરતી કરવામાં અાવી હતી અને સાબરકાંઠાની કચેરીમાં ખેતી મદદનીશ તરીકે મૂકવામાં અાવ્યા હતા. મદદનીશ ખેતી નિયામક ગુણવત્તા હર્ષદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે બંને કર્મચારીઅોઅે શૈક્ષણીક લાયકાતના સર્ટીફીકેટ રજૂ કરેલ હતા. તે યુજીસી માન્ય ન હોવાનુ વડોદરાની કચેરીની ધ્યાન ઉપર અાવતા બંને જણાને ડીસમીસ કરવાનો તા. 16-02-19 ના રોજ હુકમ કરવામાં અાવતા બંને કર્મચારીને ફરજ મુક્ત કરવામાં અાવ્યા છે. નોંધનીય છે કે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકોની ભરતી સમયે અમાન્ય કોર્સવાળા ઉમેદવારો અંગે વિભાગનુ ધ્યાન દોર્યુ હતુ. જ્યારે દવા, બિયારણ, ખાતર વગેરે માટે લાયસન્સ અાપવાનુ સેમ્પલ લઇ ચકાસણી કરવાનુ કામ કરતા અા વિભાગમાં ગ્રામ સેવકની સમકક્ષ ભરતી સ્ટેટ લેવલની કચેરીઅે કરતા રાજસ્થાનની ચૂરુ યુનીવર્સીટીના યુજીસી માન્ય ન હોય તેવા કોર્સના સર્ટીફીકેટને અાધારે ભરતી કરવા દરમિયાન ચૂક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો