તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુચરાજી ભોજનાલયમાં સડેલા બટાકાનું શાક પીરસાતાં હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં એક શ્રદ્ધાળુને પીરસાયેલા ભોજનમાં સડેલા બટાકા નીકળતાં હોબાળો મચી ગયો હતો. આ મામલે શ્રદ્ધાળુઓ દ્વારા મેનેજરને રજૂઆત કરતાં યોગ્ય જવાબ નહીં મળતાં સડેલા બટાકા સાથે મામલતદારને રજૂઆત કરી હતી. જેને પગલે મામલતદારે કોન્ટ્રાક્ટરને ભોજનની યોગ્ય ગુણવત્તા જાળવવા કડક સૂચના આપી હતી.

વિસનગર તાલુકાના દેણપના પ્રહલાદભાઈ આર. સોલંકી સોમવારે પરિવાર સાથે બહુચરાજી ખાતે મંદિર સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન માટે ગયા હતા. ત્યારે ભોજનમાં સડેલા બટાકાનું શાક પિરસાતાં ચોંકી ગયા હતા. આ મામલે મેનેજરનું ધ્યાન દોર્યું તો ચોર કોટવાળને દંડેની જેમ યોગ્ય જવાબ નહીં મળતાં નારાજ શ્રદ્ધાળુઓ સડેલા બટાકા સાથે મામલતદારને રજૂઆત કરી હતી. મામલતદાર ડોડીયાએ જણાવ્યું કે, રજૂઆત મળી હતી. ભોજનાલયના કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી ભોજનની યોગ્ય ગુણવત્તા જાળવવા કડક તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...