તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ નગરમાં ધારાસભ્યના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતાં ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | અંબિકાનગર બસસ્ટેન્ડ પાસે આવેલા ધારાસભ્યના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જોકે ઘરમાં કંઇ નહી હોવાથી ચોરીનો માત્ર પ્રયાસ રહ્યો હતો. તસ્કરોએ ધારાસભ્યના મકાનને નિશાન બનાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોલીસની સબ સલામતની વાતો કાગળ પર હોવાનો ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.

મોટા દલ્લાની આશાએ ઘરમાં ઘૂસેલા તસ્કરોને કંઈ જ હાથ ન લાગ્યું
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અંબિકાનગર બસસ્ટેન્ડની પાસે મકાન ધરાવે છે. જોકે કલોલના ઘરમાં ધારાસભ્યનો પરિવાર રહેતો નહી હોવાથી બંધ રહે છે. જોકે પોલીસની સબ સલામતની વાતોની ધજિયા ઉડાવતા તસ્કરોએ ધારાસભ્યના મકાનને જ નિશાન બનાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્યનો પરિવાર ગાંધીનગર રહેતો હોવાથી મકાનમાં ધારાસભ્યનો ભાણેજ રહે છે. જે સામાજિક કામ અર્થે બહારગામ ગયો હતો. શુક્રવારે સાંજે ભાણો આવ્યો ત્યારે બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો જોતા ચોરીની શંકાને પગલે તેણે ધારાસભ્યને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. જોકે ધારાસભ્યના મકાનમાં કંઇ વસ્તુ નહી હોવાથી તસ્કરોનો ફેરો માથે પડતા માત્ર પ્રયાસ રહ્યો હતો. ધારાસભ્યએ પોતાના મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની જાણ કલોલ શહેર પોલીસને જાણ કરતા પીઆઇ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

તસ્કરોનું પગરૂં શોધવા પોલીસે તપાસમાં ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે ઘરમાં ચોરી અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને પુછતા જણાવ્યું હતું કે ઘરમાં કંઇ નહી હોવાથી ચોરાયું નથી. પરંતુ સબ સલામતી વાતો વચ્ચે ધારાસભ્યનું મકાન જ તસ્કરોથી સલામત નથી તો સામાન્ય પ્રજાની શું તેવી ચર્ચાએ કલોલ શહેરમાં જોર પકડ્યું છે. પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.

ધારાસભ્યના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, પણ નિરાશા સાંપડી. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો