તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીસોદરાની સગીરાના દુષ્કર્મીને 10 વર્ષની સજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજ તાલુકાના સીસોદરાની સગીરાને કારમાં બેસાડી તેને સીસોદરા મેઘઇ ગામની સીમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનારને મોડાસાની કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર શખ્સને 7 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં અન્ય એક આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકયો હતો

સીસોદરા ગામે 25 મે 2016 ના રોજ ગામની સગીરા સ્કૂટી લઈને ડ્રેસ સીવડાવવા માટે નીકળી હતી. દરમિયાન રસ્તામાં તેની સ્કૂટી બગડી જતા સ્કુટી ચાલુ કરવા પ્રયત્નો કરી રહી હતી. દરમિયાન કાર લઇને આવેલો શખ્સ તેને ગાડીમાં બેસાડી સિસોદરા મેઘઈ ગામની સીમમાં લઇ ગઈ બે શખ્સો પૈકી દિપકસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ચૌહાણ રહે મેઘરજ મૂળ રહે ડુંગરપુર રાજસ્થાનના શખ્સે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના કેસમાં મેઘરજના શૈલેષભાઈ ગોવિંદભાઈ મોચી નામના શખ્સે મદદગારી કરી હતી. આ કેસમાં મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્રણ વર્ષ અગાઉ બનેલી આ ઘટનાનો કેસ મોડાસાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એસ.પટેલની રજૂઆતોના પગલે એડિશનલ સેશન્સ જજ એ.કે.રાવે દુષ્કર્મના આરોપી ઇપુ ઉર્ફે દીપકસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ચૌહાણને દસ વર્ષની અને મદદગારી કરનાર શૈલેષ ગોવિંદભાઈ મોચીને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

દુષ્કર્મમાં મદદગારી કરનાર આરોપીને 7 વર્ષની સજામેઘરજ તાલુકાના સીસોદરાની સગીરાને કારમાં બેસાડી તેને સીસોદરા મેઘઇ ગામની સીમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનારને મોડાસાની કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર શખ્સને 7 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં અન્ય એક આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકયો હતો

સીસોદરા ગામે 25 મે 2016 ના રોજ ગામની સગીરા સ્કૂટી લઈને ડ્રેસ સીવડાવવા માટે નીકળી હતી. દરમિયાન રસ્તામાં તેની સ્કૂટી બગડી જતા સ્કુટી ચાલુ કરવા પ્રયત્નો કરી રહી હતી. દરમિયાન કાર લઇને આવેલો શખ્સ તેને ગાડીમાં બેસાડી સિસોદરા મેઘઈ ગામની સીમમાં લઇ ગઈ બે શખ્સો પૈકી દિપકસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ચૌહાણ રહે મેઘરજ મૂળ રહે ડુંગરપુર રાજસ્થાનના શખ્સે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના કેસમાં મેઘરજના શૈલેષભાઈ ગોવિંદભાઈ મોચી નામના શખ્સે મદદગારી કરી હતી. આ કેસમાં મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્રણ વર્ષ અગાઉ બનેલી આ ઘટનાનો કેસ મોડાસાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એસ.પટેલની રજૂઆતોના પગલે એડિશનલ સેશન્સ જજ એ.કે.રાવે દુષ્કર્મના આરોપી ઇપુ ઉર્ફે દીપકસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ચૌહાણને દસ વર્ષની અને મદદગારી કરનાર શૈલેષ ગોવિંદભાઈ મોચીને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો