તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિરંકારી ભાઇઓ-બહેનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | સમગ્ર દેશ કોઇને કોઇ સંસ્થાઓ દ્વારા સફાઇ અભિયાન દ્વારા જાહેર સ્થળો પર સફાઇ કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે શનિવારે દિયોદરમાં નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના ભાઇઓ-બહેનો દ્વારા સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની 65મી જન્મ જયંતિ નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિ હતી. તેમજ શ્રદ્ધાંજલિરૂપે દિયોદર રેફરલ હોસ્પિટલમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના ભાઇઓ-બહેનો દ્વારા રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ તેમજ હોસ્પિટલોની તમામ રૂમોમાં સાફસફાઇ કરવામાં આવી હતી. આ અભિયાન પરોપકારી સંત મહાત્મા જયંતીભાઇના સાનિધ્યમાં કર્યું હતું. આ પ્રસંગે વિનોદભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો