સીમંધર સ્વામી જૈન દેરાસરમાં સિદ્ધચક્ર મહાપૂજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા શહેરના મોઢેરા સર્કલ નજીક આવેલા સીમંધર સ્વામી ભગવાનના દેરાસરના 47મા ધ્વજારોહણ પ્રસંગે શનિવાર સવારે સિદ્ધચક્ર મહાપૂજન કરાયું હતું. જેનો લાભ જશવંતલાલ છનાલાલ શાહ પરિવારે લીધો હતો. તેમજ આંગીનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન પરિવારોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આચાર્ય દેવ અરૂણોદયસાગરજી મ.સા. તથા પન્યાસ નિરૂપમસાગરજી મ.સા.એ નિશ્રા પ્રદાન કરી હતી. તેમજ સાગર સમુદાયના સાધ્વીજી ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...