ધડકણની મહિલા સાથે છૂટાછેડાના કાગળો ઉપર સહીઓ કરાવી બીજા લગ્ન કરી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે મહિલાના પતિ દ્વારા વિદેશ જવાની ફાઈલ તૈયાર કરવાનુ કહીને છુટાછેડાના કાગળોમાં સહીઓ કરાવી દઇ બીજા લગ્ન કરી દેતા પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા સહિત અન્ય બે મળી પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાંતિજના ધડકણ ખાતે રહેતી પરણિત મહિલા પટેલ જીગીશાબેન રવિકુમારે પતિ પટેલ રવિકુમાર હસમુખભાઇ , સસરા પટેલ હસમુખભાઇ મનહરભાઇ, સાસુ પટેલ સુભદ્રાબેન હસમુખ ભાઇ તથા પટેલ શ્વેતાંગીનીબેન પોપટભાઈ તથા પટેલ ભાર્ગવકુમાર બાબુલાલ વિરુદ્ધ સાથે મળી તા.06/02/19 થી તા.10/05/19 સમયગાળા દરમ્યાન કાવતરૂ રચીને વિશ્વાસમાં રાખી વિદેશ જવાની ફાઇલ તૈયાર કરવાનું કહી છુટાછેડાના કાગળો ખોટી રીતે સહીઓ કરાવી લઇને છૂટા છેડા આપી દેતા અને પતિ દ્વારા તાત્કાલિક પટેલ સંગીતાબેન પોપટભાઈ સાથે રજિસ્ટ્રેશન મેરેજ કરી લેતા જીગીશાબેન દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...