તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુર તાલુકા કાનૂની સેવા સમિતિનો સ્ટોલ ખુલ્લો મુકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરનાં પ્રસિદ્ધ કાત્યોકનાં લોકમેળામાં જનજાગૃતિ હેતુ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પાટણનાં અધ્યક્ષ એવં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી. એસ. ઉપાધ્યાય તથા તાલુકા કાનુની સેવા સમિતિના અધ્યક્ષ મુખ્ય સિનિયર સિવિલ જજ મિસ ટી. એચ. દવેનાં વરદ હસ્તે નિ:શૂલ્ક કાનૂની સહાય માટેના સ્ટોલનુ રીબીન છોડીને દીપ પ્રાગટય કરીને ખૂલ્લો મુકાયો. આ પ્રસંગે વી. જે. ગઢવી સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મિસ પી. કે. વ્યાસ સેકન્ડ એડીશનલ સિનિયર સિવિલ જજ સિદ્ધપુર હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો સહિત ઉપસ્થિત બાર એડવોકેટ અને બેંચ સ્ટાફ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન (ફૂલ) અર્પણ કરવામાં આવ્યાં. કાર્યક્રમનું સંચાલન સિદ્ધપુર કોટઁનાં નાઝર જિજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધપુર સિવિલ કોટઁનાં રજીસ્ટ્રાર પ્રજ્ઞેશ પાધ્યા, પ્રશાંતભાઈ પાધ્યા, વાય. આર.સાધુ તથા સ્ટાફે યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...