થરાની કોલેજમાં શ્રીમદ્ ભગવતગીતા જયંતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજ તાલુકાના થરામાં આવેલ શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી એલ.બી.ગુંજારિયા કોમર્સ કોલેજ થરા અંતર્ગત સંસ્કૃત વિભાગના ઉપક્રમે સોમવારના રોજ શ્રીમદ્ ભગવતગીતા જયંતીની ઉજવણીનું આયોજન કરાયું હતું.જેમાં કોલેજના આચાર્ય ડૉ.દિનેશભાઇ ચારણ દ્વારા વિદ્યાર્થીઓને ગીતા જયંતિ સંદર્ભ પ્રોત્સાહિત કરાયા હતા તથા કોલેજના પૂર્વ પ્રિ. ડૉ.હેમરાજભાઈ પટેલે ગીતા જીવનકલાનું ઉપનિષદ છે એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.કેશુભાઇ જે. જોષીએ કર્યું હતું તથા આભાર દશૅન ડૉ.આર.આર.રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. ભાસ્કર