તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરમાં ગૌશાળાના લાભાર્થે શિવ મહાપુરાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | દિયોદર ખાતે ગજાનંદ ગૌશાળાના લાભાર્થે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ દિયોદરનગર અને તાલુકાના ગૌ ભક્તો દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો ગુરુવારથી મંગલ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે દિયોદર ગાયત્રી મંદિરથી શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં પોથીયાત્રા, કળશ યાત્રા તેમજ તુલસી યાત્રા શોભાયાત્રા દરમિયાન બળદગાડા, અશ્વ સવારી, બેન્ડવાજા વગેરે આકર્ષણના કેન્દ્ર બન્યા હતા. દિયોદરનગરના તમામ મહિલા મંડળો, ભજન મંડળો, બાળકીઓ જોડાઇ હતી. સાત દિવસ યોજાનાર કથા દરમિયાન દરરોજ ગૌ પૂજન, રૂદ્રાભિષેક વગેરે યોજાશે. આ પ્રસંગે કથાના વક્તા પ.પૂ ધનેશ્વરભાઇ શાસ્ત્રી શિવ મહાપુરાણ કથાનું મધુર રસપાન કરાવશે. આ પ્રસંગે દિયોદર ગજાનંદ ગૌશાળા પરિવાર દ્વારા તમામ ભક્તોને શિવ મહાપુરાણ કથાનો લાભ લેવા આહ્વાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો