ધાનેરા કોલેજમાં અંગ્રેજી વિષય પર સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા : ધાનેરાની શ્રી કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજી વિષય ઉપર સેમીનાર યોજાયો હતો.જેમાં અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી હતી.કાર્યક્રમનું સમગ્ર સંચાલન અંગ્રેજીમાં કરાયું હતુ. વિધાર્થીઓએ પણ પ્રોજેક્ટરના માધ્યમથી વિવિધ પ્રોજેક્ટ બતાવ્યા હતા.જે પ્રસંગે કોલેજના આચાર્ય ડો.લાલાભાઇ પટેલ,ધાનેરાની સંસ્થાના શિક્ષણ સમિતીના ચેરમેન નારણભાઇ ચૌધરી,આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યના પૂર્વપ્રમુખ આર.આર.ચૌધરી,ધીરજ પરમાર,એન.કે.મોદી ઉપસ્થીત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...