તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી સારથી નામની દુકાનના વેપારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી સારથી નામની દુકાનના વેપારી સોમવારે મોડીસાંજે દુકાન પર હતા.તે સમય દરમ્યાન તેઓનું પાકીટ ટેબલ પર મૂકી તેઓ દુકાનના અંદરના ભાગે ગયા હતા.ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક યુવક નીચે ઉતરી 95 હજાર રૂપિયા ભરેલું પાકીટ લઈ બાઈક પર બેસી ફરાર થઈ ગયા હતા.આ અંગે વેપારીએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

દિયોદર રેલવે સ્ટેશન વિસ્તારમાં વેપારી ગીરીશભાઈ ઠક્કર સોમવારે મોડી સાંજે પોતાની દુકાન વધાવતા હતા.તે દરમિયાન તેઓના દુકાન ના ટેબલ પર 95 હજાર રૂપિયા ભરેલું પાકીટ પડ્યું હતું અને દુકાન માલિક દુકાનના અંદરના ભાગે ગયા હતા તે દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સ દ્વારા પાકીટ લઈ બાઈક પર બેસી પલાયન થઈ ગયા હતા.વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોના ટોળા ઉમટયા હતા.ત્યારે આસપાસના વિસ્તારમાંથી જાણવા મળ્યું હતું કે આ બંને યુવકો છેલ્લા એક-બે દિવસથી આ વિસ્તારમાં રેકી કરી રહ્યા હતા આ અંગે ગીરીશભાઈ ઠક્કર દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.ત્યારે દિયોદર પંથકમાં અવારનવાર ચીલ ઝડપ અને ચોરીના બનાવો બનવા પામતાં પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો