તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરામાં રવિવારે કંકાવટી કાંકરેજ રાવળદેવ સમાજનો સમાજદર્શન અને છઠો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

થરામાં રવિવારે કંકાવટી કાંકરેજ રાવળદેવ સમાજનો સમાજદર્શન અને છઠો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં રાવળદેવ સમાજના 51 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ સપ્તપદિના મંગળ ફેરા ફરીને પ્રભુતામાં પગલા માંડયા હતા.

થરાના રાધનપુર-પાલનપુર નેશનલ હાઇવે રોડ ઉપર રામવાડી નર્સરીની સામે મેદાનમાં કંકાવટી કાંકરેજ રાવળદેવ સમાજનો છઠો સમુહલગ્નોત્સવ રવિવારે યોજાયો હતો. જેમાં શાસ્ત્રી બકાભાઇ તેમજ શૈલેષભાઇના મુખારવિંદે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ ચંદુભાઇ રાવળ ફિલ્મ કલાકાર વડાના સંગીતના સથવારે રાવળદેવ સમાજના 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ પ્રસંગે આગેવાનો અને રાવળસમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી નવયુગલોને અંતરના આશિર્વાદ આપ્યા હતા. સમુહલગ્નમાં દરેક નવયુગલોને ઘરવખરીની વસ્તુ આપવામાં આવી હતી. ભોજનદાતા મેવાભાઇ મણાભાઇ તથા કન્યાદાનમાં દાન આપનાર દાતાઓનું કંકાવટી કાંકરેજ રાવળદેવ સમાજના છઠ્ઠા સમુહલગ્નનના પ્રમુખ જાખેલ સરપંચ અશોકભાઇ એલ. કુણધેરીયા, ઉપપ્રમુખ ઉમેદભાઇ વી.પડત, ભરતભાઇ એન. બબાસણીયા, મંત્રી ભાર્ગવભાઇ વી.જશાલીયા, સહમંત્રી મહેશભાઇ બી.વસૈયા અને તેમની ટીમ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઇએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો