તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતીનો હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો: કોંગ્રેસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા| મોડાસાના સાયરા (અમરાપુરની) 19 વર્ષિય યુવતીના દુષ્કર્મ બાદ હત્યાના પ્રકરણમાં પોલીસે શનિવારે મોડી સાંજે પોલીસે આઇ-20 કાર GJ31D1001 તપાસ અર્થે કબજે લીધી છે અનેશનિવાર મોડી રાત્રે પોલીસે ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. રવિવારે સમાજના લોકોએ પોલીસ સ્ટેશન આગળ પોલીસની ઢીલી નિતી સામે હોબાળો મચાવ્યો હતો. રવિવારે મૃતકના વતનમાં બેસણામાં મોટીસંખ્યામાં ભાઇબહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક યુવતીને ન્યાય આપોના નારા લગાવી ન્યાય માટે માગ કરી હતી.જ્યારે પીડિત પરિવારે આ ઘટનામાં ચાર કરતાં વધુ લોકો હોવાની આશંકા વ્યકત કરી હતી. રવિવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રુમખ અમિત ચાવડા અને સાંસદ મધુુસુદન મિસ્ત્રીએ યુવતીની લાશ જ્યાં મળી હતી તે જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતુ. અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે સમગ્ર પ્રકરણમાં SITની રચના કરી કર્તવ્ય નિષ્ઠ અધિકારીઓ દ્વારા કેસની તપાસ થાય અને તપાસમાં બેદરકારી દાખવવાવાળા અધિકારીઓને હટાવી અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનું કહ્યું હતુ. રવિવાર મોડી સાંજે આ પ્રકરણમાં અનેક આક્ષેપોનો સામનો કરી રહેલા મોડાસા ટાઉન પીઆઇ એન.કે. રબારીની મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી.

તપાસમાં બેદરકારી બદલ PI અેન.કે.રબારીની બદલી
તપાસમાં બેદરકારી બદલ PI અેન.કે.રબારીની બદલી
ત્રણેય આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

ત્રણેય આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.

મોડાસાના સાયરા અમરાપુરની 19 વર્ષિય યુવતીના મોત પ્રકરણમાં પોલીસે શનિવાર મોડી રાત્રે બિમલભાઇ ભરતભાઇ ભરવાડ રહે.બાજકોટ મોડાસા અને દર્શન ભરવાડ રહે.રમાણા તા.ધનસુરા અને જીગર રહે.ગાજણ તા.મોડાસાની ધરપકડ કરી હતી. જયારે સતીષ ભરવાડને ઝબ્બે કરવા માટે પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી છે. દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઅોની પૂછપરછ હાથ ધરી ચોથા આરોપીને પકડવા માટે વિવિધ ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા પોલીસે શનિવારે સાંજે આઇ-20 કાર GJ31D1001 કબજે લઇ તપાસ શરૂ કરી છે. પોલીસે કારની ફ્લોરીંગની નેટ તપાસ અર્થે FSLમાં મોકલી આપી છે.

મોડાસા ટાઉન પીઆઇની ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી
મોડાસામાં સાયરાની મૃતક યુવતીના મોતનો મામલો છેલ્લા અઠવાડિયાથી ચર્ચીત બન્યો છે. મોતના આ પ્રકરણમાં અનેક આક્ષેપો ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે મોડાસા ટાઉન પી.આઇ એન.કે રબારીની મેઘરજના ઇસરી પોલીસસ્ટેશન ખાતે બદલી કરાઇ છે.

તપાસમાં ઢીલી નીતિના આક્ષેપ સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને હોબાળો
મૃતકના મોત પ્રકરણમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો
પોલીસે શનિવારે રાત્રે મૃતક યુવતી પ્રકરણમાં ત્રણ શખ્સોની અટકાયત કર્યા બાદ રવિવારે સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મૃતક યુવતીના મોત પ્રકરણમાં પોલીસની ઢીલી નિતી સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો. બાદમાં મામલો શાંત પડ્યો હતો.

ઘટનામાં 4થી વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા પીડિતાના પરિવારે વ્યકત કરી
મૃતક યુવતી પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ કેસમાં યુવતીનો મૃતદેહ વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હોવાથી પીડિત પરિવારે આ કેસમાં ચાર કરતાં વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો